જીટીયુના આ ક્લિનિકમાં ૭૦૦ વિદ્યાર્થીઓને સારવાર નહિ પણ પેટન્ટની તાલીમ મળશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) આગામી ૨૨, ૨૩, ૨૪ અને ૨૫મી જૂનના રોજ સમર પેટન્ટ ક્લિનિક યોજશે. તે ક્લિનિકમાં અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓને કોઈ સારવાર નહિ પણ પેટન્ટ – કોપીરાઈટ અંગેની તાલીમ પૂરી પાડવામાં આવશે. આ ક્લિનિકમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તરફથી આશરે 100 જેટલી પેટન્ટ પોતપોતાના પ્રોજેક્ટ માટે દાખલ કરવામાં આવે એવી સંભાવના છે….